સુરતમાં એ.ટી.ડી. કેર ફંડને લઇ આવેદન પત્ર અપાયું
એ.ટી.ડી. કેર અને નિદાન પ્રોજેક્ટ નુ ફંડ આપવાનું બંધ કરાતા આવેદન પત્ર અપાયું
વર્ષ 2007માં આ પ્રોજેક્ટને ફંડ આપવા નું બંધ કર્યું હતું
સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે એ.ટી.ડી. કેર એટલે કે જાતીય રોગ સારવાર અને નિદાન પ્રોજેક્ટ નુ ફંડ આપવાનું બંધ કરાતા આવેદન પત્ર અપાયુ હતું.
સુરત મહાનગર પાલિકા દ્વારા વર્ષ 200ની સાલમાં એસ.ટી.ડી. કેર એટલે કે જાતીય રોગ સારવાર અને નિદાન પ્રોજેક્ટ ચાલું કર્યો હતો જેની ગ્રાન્ટ જી સેક્સ દ્વારા આપવામાં આવતી હતી ત્યાર બાદ વર્ષ 2007માં આ પ્રોજેક્ટને ફંડ આપવા નું બંધ કર્યું હતું. તત્કાલીન એસએમસી. કમિશ્નર અપર્ણા મેડમ દ્વારા આ તમામ કાઉન્સેલર ને જે માસ્ટર ડિગ્રી ધારક છે એમને સુરત શહેરમાં જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને કાયમી ધોરણે સમાવેશ કરવા માટે રાજ્ય સરકાર પાસે જગ્યા ઊભી મળી અને ગ્રાન્ટ માગી હતી અને જો તેમ ના થાય તો સ્વ ખર્ચે કાયમી ધોરણે ચાલવા ફાઇલ બનાવી હતી. જે સમયાંતરે કમિશ્મર મેડમ ની બદલી બાદ અધિકારી ઓ ના ઉદાસીન વલણ ને કારણે આ ફાઇલ દફતરે કરી દેવામાં આવેલ આ દરમિયાન વખતો વખત સ્ટેન્ડીંગ વિભાગ માં ઠરાવ કરી આ પ્રોગ્રામ એસ એમ સી માં 100 ટકા ભંડોળ થી આજ દિવસ સુધી ચાલવા માં આવ્યુ છે. સમય જતા અધિકારીઓ અને એકાઉન્ટ વિભાગના વિરોધ વચ્ચે આ પ્રોગ્રામ ને બંધ થવાની ભનક મળતા અમે ગુજરાત હાઇ કોર્ટ માં જઈ પ્રોગ્રામ પર સ્ટે લઈ અમને કાયમી નિમણૂક મળે એ માટે 2016 માં પિટિશન દાખલ કર્યો હતો જે વર્ષ 2025 માં નિર્ણય આવ્યો છે. આજે વર્ષ 2024-25 ના ઠરાવ અને જજમેન્ટ ને ધ્યાન માં લઈ ને બધા કુલ 37 કર્મચારી ને એક ઓર્ડર કરી ને છુટ્ટા કરી દેવા માં આવ્યા છે જે તદ્દન ગેર બંધારણીય છે આ કર્મચારી ને કોઈ ભી ગ્રાન્ટ માં સમાવેશ કરી કરારીય ભી શરૂ રાખી શકાય છે,આ કર્મચારી માં 12 મહિલા કર્મચારી ભી છે અને સાથે 37 પરિવાર ભી છે જેમની સામે માનવતા ના ધોરણે ભી જોવું રહ્યું. મેલેરિયા આઈસીડીએસ જેવા પ્રોગ્રામ જેમને સુરત ના જાહેર જનતા ના હિત માં કાયમી ધોરણે એસએમસી એ સમાવેશ કરી લીધો તો શું એચઆઈવી માટે સુરત મહા નગર પાલિકા ગંભીર નથી, કાલે એચઆઈવી નજીક ના દિવસો માં વધશે તો કોણ જવાબદાર. માટે સુરત શહેર ના જાહેર જનતા ના આરોગ્ય ને ધ્યાન માં લઈ અને છેલ્લા ૨૫ વર્ષ થી સેવા આપી રહેલ આ 37 કર્મચારી ને ફરી પોતાની ફરજ પર હાજર કરી આ પ્રોગ્રામ કાયમી ધોરણે ચલાવો જરૂરી છે.