સુરતમાં અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
અસામાજિક તત્વોએ સ્વયંસેવક દિનેશ માંગીકાયાને ઢીકાપાટુનો માર માર્યો
જહાંગીરપુરા પોલીસે ઈસમનો પકડ઼ી પાડી તેનુ રિકન્સ્ટ્રકશ કરાવ્યું
જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કણાદ મંદિર ની સભા રવિવારે છૂટ્યા બાદ બીએપીએસ ના સ્વયંસેવકો સાથે કેટલાક માથાભારે સક્ષો એ હુમલો કરતા જેની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે માથાભારે સક્ષોની અટકાયત કરી તેનું રી-કન્સ્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કણાદ ખાતે બીએપીએસ મંદીર જે એશીયાનુ સૌથિ મોટુ મંદીર બની રહ્યુ છે. ત્યા હાલ પુજય શ્રી મહંત સ્વામી મહારાજ બીરાજમાન થયા છે તેની સભા દર રવિવારે થાય છે તે સમયે હરિભકતો ટ્રાફીક ની વ્યવસ્થા સંભાળવામાટેનુ કામ કરે છે. ત્યારે રવિવારે સાંજે સભા છુટયા પછી ટ્રાફીક ની સેવા કરી રહેલા સ્વયંસેવક દિનેશ માંગુકીયા સાથે મારૂતી સુઝુકી કંપનીની ગ્રાન્ડ વિટારા મોટર કાર નંબર જીજે-05-આરડબલ્યુ- 0172 લઈને કેટલાક ઈસમો આવ્યા હતા. અને મારી ગાડી આગળ જશે જ તેમ કહી દિનેશ માંગીકાય સાથે ઝગડો કરી તેને ઢીકાપાટુનો મારમારી તેને છોડવાવવા આવેલ અન્ય એક સ્વયંસેવકને પણ માર મારી આ ઈસમો ભાગી છુટયા હતા તે બાબતની ફરીયાદ જહાંગીરપુરા પોલીસમા નોંધાતા પોલીસે ગાડીના નંબરના આધારે માથાભારે ઈસમનો પકડ઼ી પાડી તેનુ રિકન્સ્ટ્રકશ કરાવી કાયદાનુ ભાન કરાવતા માથાભારે ગુન્હેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામીયો છે. પોલીસની આ કામગીરીને કારણએ લોકોમાંપણ ખુશી છવાઈ ગઈ છે. અને માથાભારે ઈસમોનો ડર લોકોમાંથા નીકળી ગયો છે.