સુરતમાં પતરા શેડ સામે પાલિકા તંત્રની લાલ આંખ
મોટા વરાછામાં 15થી વધુ દુકાનો કરાઈ સીલ
મોટા વરાછામાં સુરત મહાનગરપાલિકા ની કોઈપણ પરવાનગી વગર ગેરકાયદે પતરાના શેડ તાણી દેવાતા તંત્રએ લાલ આંખ કરી 15 જેટલી દુકાનોને સીલ મારી છે જેને કારણે દુકાનદારોમાં ફફડાટ આપી ગયો હતો.
મોટાવરાછા વિસ્તારમાં પતરાના ગેરકાયદે શેડ તાણી બાંધી 15 થી વધુ દુકાનો રાતોરાત ખુલી જતા તેનીસામે સુરત મહાનગરપાલીકાના વરાછા જોને લાલ આંખ કરી છે. અને તમામ દુકાનોને સીલ મારી દિધી છે. રાજકોટ જેવી ઘટના સુરતમા ના સર્જાઈ તેના માટે તંત્ર દ્નારા આ કામગીરી કરવામા આવી છે. અહીયા યાદ અપાવવાનુ કે મોટા વરાછા વિસ્તારના ખુલ્લા પ્લોટોમાં મનપા તંત્રની જાણ બહાર પતરાના શેડ ગેરકાયદે રીતે ઉભા કરી દિધા હતા જેમા 15 જેટલી દુકાનો તાણી બાંધી હતી. અને સુરત મનપામા ટેમપરી સ્ટ્રકચરની પરવાનગી માટે અરજી આપવામા આવી હતી. પરંતુ મનપા તરફતી કોઈ પરવાનગી આપવામા આવી નહોતી અને ગેરકાયદે દુકાનો પતરાના શેડ માં ચાલતી હોવાની ફરીયાદ મળતાજ તંત્ર દ્વારા લાલ આંખ રૂપે તમાત દુકાનો આજરોજ સીલ કરવામા આવી હતી.