સુરતમાં ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રા નીકળી
ભગવાન જગન્નાથ સ્નાન બાદ બીમાર, 15 દિવસ દર્શન બંધ,
આજના સ્નાન યાત્રામાં હજારોની સંખ્યામાં ભકતજનો જોડાયા
આગામી દિવસોમા ભગવાન જગ્ગનાથજીની યાત્રા નો ત્યૌહાર અષાઢી બીજના દિવસે છે. તે પહેલા સુરત શહેરના જહાંગીરપુરા સ્થીત ઈસ્કોનમંદીર ખાતે ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રા યોજાઈ હતી જેમા અનેકો ભકતો જોડાયા હતા.
આગામી અષાઢીબીજ નીમીતે સુરત શહેર સહિત રાજય અને દેશભરમાં ભગવાન જગન્નાથની વિશાળ રથયાત્રા નીકળે છે ત્યારે આજે બુધવારે સુરત શહેરના જહાંગીરપુરા સ્થીત ઈસ્કોન મંદીરમાં ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથજીની સાથે બહેન સુભદ્રા અને બલરામજીની કાષ્ઠની પ્રતિમાને અભીષેક સ્નાન કરાવવામા આવ્યુ હતુ. અહિયા ખાસ જણાવવાનુ કે સ્નાન યાત્રાને કારણે ભગવાન બીમાર પડવાને કારણે ઈસ્કોન મંદીરના ભગવાન જગન્નાથજીનુ નિજ મંદીર બે અઠવાડીયા સુધી બંધ રહ્યા બાદ અષાઢી બીજના દિવસે ખુલશે. આ મ આજના સ્નાન યાત્રામાં હજારોની સંખ્યામાં ભકતજનો જોડાયા હતા અને દર્શન કરીને જીવન ધન્ય બનાવ્યુ હતુ.