સુરતના ઉધનામાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
ઉધનામાં 40 વર્ષીય ઈસમ ઉપર જ્વલનશીલ પદાર્થ નાખી હત્યા કરાઈ હોવાની આશંકા
લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલા ખુલ્લા પ્લોટ માં બોડી મળી આવી
સુરત શહેરમા આજકાલ નજીવી બાબતે હત્યાના બનાવોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉધના વિસ્તારમા એક યુવાનની જવલનશીલ પદાર્થ નાખી હત્યા કરાઈ હોવાની આશંકા પોલીસ કરી રહી છે.
સુરત શહેરમાં રોજ સવાર પડેને કોઈના કોઈ કારણસર હત્યાના બનાવોની સંખ્યા વધીરહી છે. ત્યારે ઉધના વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીયલ રોડ પાસેના ખુલ્લા મેદાનમાંથી એક 40 વર્ષની આસપાસના ઈસમની લાશ મળી આવી છે. તેના પર જવલનશીલ પદાર્થ નાખી તેની હત્યા કરાઈ હોય તેવી આશંકા હાલ તો પોલીસ કરી રહી છે. આ મૃત્યુ પામનાર યુવક કોણ છે અને તેની હત્યા કોણે અને શામાટે કરી છે તેની તપાસ માં પોલીસની વિવિધ બ્રાન્ચ લાગી છે. વધુ તપાસ ઉધના પોલીસ કરી રહી છે.