માંડવી ડેપોમાં અનોખી રક્ષાબંધન ઉજવણી
બ્રહ્માકુમારી બહેનો દ્વારા વ્યસન મુક્તિ માટે જાગૃતિનો સંદેશ
સુરત: આજ રોજ સુરત શહેરના માંડવી ડેપોમાં રક્ષાબંધનનો ઉત્સવ એક અનોખી રીતે ઉજવાયો હતો.
બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા ડેપોના કર્મચારીઓને રાખડીઓ બાંધી તેમના સદભાવના અને સુરક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી. સાથે સાથે વ્યસનથી થતી હાનિઓ અંગે વિસ્તૃત સમજણ આપી અને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા પણ આપી. આ પ્રસંગે વ્યસન કેવી રીતે શરીર, મન અને કુટુંબ પર અસર કરે છે અને તેને કેવી રીતે ત્યજી શકાય તેની સરળ રીતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. માંડવી ડેપોના મેનેજર આર.એમ. ગાંધીની આગેવાની હેઠળ સમગ્ર ડેપોએ રક્ષાબંધનના પાવન દિવસે વ્યસન મુક્તિ માટે એક નમ્ર પરંતુ અસરકારક પહેલ કરી.આ કાર્યક્રમ દ્વારા માત્ર તહેવારની ઉજવણી નહીં પરંતુ સમાજને સકારાત્મક સંદેશ આપવાનો પણ પ્રયાસ થયો છે.
