સુરત કોર્પોરેટર અમિતસિંગ રાજપુતએ કમિશનરને આવેદન પત્ર આપી
અભિષેક રાજપુતએ વકીલ સામે પગલા લેવા માંગ કરી
કોર્પોરેટર અમિતસિંગ રાજપુતએ સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી તેઓ સામે ખોટા આક્ષેપો કરનાર અભિષેક રાજપુત નામના વકીલ સામે પગલા લેવા માંગ કરી હતી.
સુરતના ભાજપના કોર્પોરેટર અમિતસિંગ રાજપુતએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપ્યુ હતું. અમિતસિંગ રાજપુતએ જણાવ્યુ હતું કે અભિષેક રાજપુત નામના વકીલ દ્વારા તેના પર કરાયેલા હુમલા મામલે તેઓનુ નામ અપાયુ હોય જેને લઈ અમિતસિંગ રાજપુત દ્વારા આ મામલે સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી અભિષેક રાજપુત વારંવાર તેઓ સામે ખોટા આક્ષેપો કરી બદનામ કરતા હોય તઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.