દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના નામે ચાલી રહેલ બોગસ સ્ટડી સેન્ટરો

Featured Video Play Icon
Spread the love

દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના નામે ચાલી રહેલ બોગસ સ્ટડી સેન્ટરો
વીએનએસજીયુ દ્વારા બહાર પડાયેલી ગંભીર ચેતવણી
કડક ચેતવણી બાદ શિક્ષણ માફિયાઓમાં દોડધામ મચી ગઈ

દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના નામે ચાલી રહેલ બોગસ સ્ટડી સેન્ટરો સામે વીએનએસજીયુ દ્વારા બહાર પડાયેલી ગંભીર ચેતવણી બાદ સમગ્ર શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

સુરત દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના નામે ચાલી રહેલા બોગસ સ્ટડી સેન્ટરો સામે કાર્યવાહી કરાશે તેમ વીએનએસજીયુ દ્વારા જાહેર કરાયુ છે. વીએનએસજીયુ દ્વારા બહાર પાડવામાં આવેલી ગંભીર જાહેર ચેતવણી બાદ સમગ્ર શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. વીએનએસજીયુ દ્વારા  ખાનગી કોચિંગ ક્લાસીસ સામે હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. કોચિંગ ક્લાસમાંથી કોલેજ સુધીનો ગેરકાયદે ખેલ કરાતો હોવાની માહિતી વચ્ચે બોગસ સ્ટડી સેન્ટર પર કાર્યવાહી થશે. અને એનઓસી તથા સરકારની મંજૂરી વગર ચાલી રહેલા કોર્સથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયુ હોય જેથી વીએનએસજીયુની કડક ચેતવણી બાદ શિક્ષણ માફિયાઓમાં દોડધામ મચી ગઈ છે. યુનિવર્સિટીના કુલસચિવ આર.સી. ગઢવી દ્વારા જાહેર કરાયેલી ચેતવણીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. અને વાપી, વલસાડ, ડાંગ, નવસારી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં માત્ર અધિકૃત અને માન્યતા પ્રાપ્ત કોલેજોમાં જ પ્રવેશ લેવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે જ વાલીઓને પ્રવેશ પહેલાં સંસ્થાની માન્યતા, યુનિવર્સિટી જોડાણ અને સરકારી મંજૂરીની ચકાસણી કરવાની સલાહ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *