નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ હુક્કા પાર્ટી પર દરોડા
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમના અરીસ્ટા કોમ્પલેક્ષમાં દરોડા
12 નબીરાઓ અને સંચાલક શક્તિસિંહ નવલસિંહ ઝાલાને ઝડપી પાડ્યા
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે મગદલ્લા રોડ પર આવેલ અરીસ્ટા કોમ્પલેક્ષમાં ઓફિસમાં ચાલતી હુક્કા પાર્ટી પર દરોડા પાડી 12 નબીરાઓ અને સંચાલકને ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં યુવાનોને નશાથી દુર રાખવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હાથ ધર્યુ છે. જેને લઈ અનેક નસેડીઓ સાથે નશાનો કાળો કારોબાર કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે સુરતની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ એટલે કે સુરત શહેર એસઓજી પોલીસની ટીમે મગદલ્લા રોડ પર આવેલ અરીસ્ટા કોમ્પલેક્ષના સાતમા માળે ઓફિસની આડમાં ચાલતી હુકા પાર્ટી પર રેડ પાડી હતી અને ત્યાંથી 12 નબીરા તથા સંચાલક મુળ મોરબીનો અને હાલ ઉગત કેનાલ રોડ પર રહેતા શક્તિસિંહ નવલસિંહ ઝાલાને ઝડપી પાડી હુક્કા, જુદીજુદી ફ્લેવર અને અન્ય સાધનો કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.