સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વધુ એક આગની ઘટના
ન્યુ બોમ્બે માર્કેટ પાસે મોડી રાત્રે લાગેલી આગને લઈ અફરા તફરી
પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ન્યુ બોમ્બે માર્કેટ પાસે મોડી રાત્રે લાગેલી આગને લઈ અફરા તફરી મચી ગઈ હતી.
સુરતમાં વારંવાર આગના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં ન્યુ બોમ્બે માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી. માર્કેટના પાછળના ભાગે લાગેલી આગને લઈ આખા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તો બનાવની જાણ થતા જ ફાયર કાફલો સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે.
