દિવાળી પહેલા જ કાપોદ્રા વિસ્તારમાં ચપ્પુના ઘા મારી હત્યા
હત્યા કરી ભાગી છુટેલા હત્યારાઓમાંથી એકને ઝડપ્યો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો
દિવાળી પહેલા જ કાપોદ્રા વિસ્તારમાં કારખાનેથી ઘરે જઈ રહેલા રત્નકલાકારની ચપ્પુના ઘા મારી હત્યા કરી ભાગી છુટેલા હત્યારાઓમાંથી એકને ગણતરીના કલાકોમાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરતમાં હત્યારના વધી રહેલા બનાવો વચ્ચે ફરી એક ની હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. સુરતમાં 3 દિવસ પહેલાં માત્ર 5 કલાકમાં જ બે હત્યાના બનાવ સામે આવ્યા હતા. તો બુધવારે મોડી રાત્રે કાપોદ્રા વિસ્તારમાં હિરાના કારખાનેથી ઘરે જઈ રહેલા રત્નકલાકાર 40 વર્ષીય સુરેશ ચિત્રોડા કાપોદ્રાના હિંમતનગરમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે બાઈક પર આવેલા બે શખસો ચપ્પુના ઘા મારી હત્યા કરી ભાગી છુટ્યા હતાં. બનાવને લઈ કાપોદ્રા પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને ગુનો નોંધી તપાસ હાથ દરી હતી. જેમાં સુરતની ક્રાઈમ બ્રાન્ચની ટીમે હત્યા કરી ભાગી છુટેલા બે હત્યારાઓમાંથી એક જયેશ પાટીલને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો. તો આ અંગે વધુ માહિતી ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. એ વધુ માહિતી આપી હતી.
