સુરતના ડિંડોલીમાં સાસરિયાંના ત્રાસથી ત્રસ્ત પરણિત યુવતી
પરણિત યુવતીએ ઝેર પીને આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ
છેલ્લા કેટલાક સમયથી યુવતી માનસિક ડિપ્રેશનમાં હતી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં સાસરિયાંના ત્રાસથી ત્રસ્ત એક પરણિત યુવતીએ ઝેર પીને આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે. પરિવારના મતે, છેલ્લા કેટલાક સમયથી યુવતી માનસિક ડિપ્રેશનમાં હતી. પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે ડીંડોલી વિસ્તારમાં એક પરણિત યુવતીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારનો આક્ષેપ છે કે, સાસરિયાંના ત્રાસને કારણે તેણીએ ઝેર પીને આપઘાત કર્યો છે. પીડિત યુવતીના પરિવારીજણો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, છેલ્લા કેટલાક સમયથી તેમની દીકરી માનસિક રીતે ડિપ્રેશનમાં હતી અને સતત ત્રાસને કારણે તેણીએ આ દુઃખદ પગલું ભર્યું છે. ઘટનાની પોલીસે માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપઘાતનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને ઘટનાના વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે.
