સુરતમાં ડિજિટલ એરેસ્ટ કરી 19 લાખથી વધુની રકમ પડાવી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ડિજિટલ એરેસ્ટ કરી 19 લાખથી વધુની રકમ પડાવી
સાયબર ક્રાઈમની ટીમે આરોપીને મહેસાણાથી ઝડપી પાડ્યો

ફરિયાદીને ડિજીટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા બળજબરીથી પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને મહેસાણાથી સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરત સહિત ગુજરાત અને દેશમાં ડિજીટલ એરેસ્ટના કિસ્સાઓ વધી કરહ્યા છે ત્યારે સુરતના ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરી તેઓના પાર્સલમાં એમડી ડ્રગ્સ હોવાની ધમકી આપી બળજબરીથી તેઓ પાસેથી 19 લાખ 91 હજાર રૂપિયા ઓનલાઈન પડાવી લેવાના નોંધાયેલા ગુનામાં સાયબર ક્રાઈમ ની ટીમે મહેસાણાના રાધનપુર રોડ પર રહેતા હિરેનકુમાર લક્ષ્મણ પટેલને ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલા આરોપીએ જે એકાઉન્ટમાં રૂપિયા પડાવાયા હતા તે એકાઉન્ટ વેંચાણે આપ્યુ હોવાની કબુલાત કરી હતી. તો આ એકાઉન્ટ વિરૂદ્ધ તમીલનાડુ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટ, હરિયાણા, ગુજરાત અને ઝારખંડમાં 14 ફરિયાદ નોંધાઈ હોવાનુ સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *