સુરત ઈચ્છાપોમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ
ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાંડેસરા ખાતેથી ઝડપી પાડ્યો
કતારગામ રેલ્વે પટરી પરથી કાલીયા પાસેથી ગાંજાની ખરીદી કરી
સુરત ઈચ્છાપોર પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાંડેસરા ખાતેથી ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતના ઈચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હોય જે ગુનામાં ગાંજાનો સપ્લાયર વોન્ટેડ હોય તે આરોપી હાલ પાંડેસરા વિસ્તારમાં હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરા ભીડભંજન સોસાયટી પાસેથી આરોપી મુળ ઓરિસ્સાનો અને હાલ ઉધના સાંઈ સમર્પણ સોસાયટીમાં રહેતા પપ્પુ રાઉત મોચી રાઉતને ઝડપી પાડ્યો હતો. તો આરોપી ગાંજો અને દારૂ પિવાનો વ્યસની હોય જેથી ખર્ચ કાઢવા કતારગામ રેલ્વે પટરી પરથી કાલીયા નામના ઈસમ પાસેથી ગાંજાની ખરીદી કરી 500તી 1000 રૂપિયાના કમીશનથી વેચાણ કરતો હોવાની કબુલાત કરી હતી.
