વિસાવદરની પેટા ચૂંટણીમાં વર્ચસ્વની લડાઈ,

Featured Video Play Icon
Spread the love

વિસાવદરની પેટા ચૂંટણીમાં વર્ચસ્વની લડાઈ,
ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ અને તેમના પત્નીએ કર્યું મતદાન
આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામનું પોલીસ સાથે ઘર્ષણ

વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. જૂનાગઢની વિસાવદર બેઠક માટે હાઈ-પ્રોફાઇલ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે.

વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો ત્યારે જૂનાગઢની વિસાવદર બેઠક માટે હાઈ-પ્રોફાઇલ વિસાવદર બેઠક ઉપર દરેક મતવિસ્તારમાં 294 મતદાન મથકો પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન EVM દ્વારા મતદાન કરવામાં આવશે. મતદારોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે મતદાનના દિવસે બંને મતવિસ્તારોમાં રજા પણ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ મોટી સંખ્યામાં મહિલા મતદારો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સાથે મતદાન માટે પહોંચ્યા હતા. જ્યાં કિરીટ પટેલના પત્ની પણ તેમની સાથે મતદાન માટે પહોંચ્યા હતા. અને વિસાવદરમાં કિરીટ પટેલે મતદાન કર્યા બાદ મોટો દાવો કર્યો છે

વિસાવદર બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,61,052 છે. વિસાવદરમાં 297 મતદાન મથકો પર મતદાન અને કડીમાં 294 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. આમ તો વિસાવદર બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો છે. પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયુ છે. વિસાવદર બેઠક માટે હાઈ-પ્રોફાઇલ ઉમેદવારો મેદાનમાં છે. પણ આ ચૂંટણી દરમિયાન અલગ અલગ મતદાન મથકો પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે બબાલનો વિડીયો પણ સામે આવ્યો છે.

આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે. વિસાવદરના થુંબાળા ગામે 15 થી 20 બહારની ગાડીઓએ આવીને બોગસ કરવા પ્રયત્ન કર્યો અને બુથ એજન્ટને ઉપાડવા પ્રયત્ન કર્યો હતો. ત્યારે આપ નેતા પ્રવિણ રામ, રાજુભાઈ બોરખતરિયા, પિયુષ પરમાર અને કરણ બારોટે થુંબાળા ગામે જઈને પોલીસ સાથે મોરે મોરો માર્યો હતો. પ્રવિણ રામે કહ્યું કે, આપના કાર્યકરોને ગમે ત્યાંથી પોલીસ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા તો પછી ભાજપની બહારની 15 ગાડીઓ વિસાવદર વિધાનસભામાં ફરી રહી હોવા છતાં પોલીસ એમની અટક કેમ નથી કરતી ? બુથ એજન્ટે આ ઘટના બાબતે લેખિતમાં ફરિયાદ કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *