સુરત લાલગેટ પોલીસે એમડી ડ્રગ્સ પકડ્યું

Featured Video Play Icon
Spread the love

સુરત લાલગેટ પોલીસે એમડી ડ્રગ્સ પકડ્યું
એમડી ડ્રગ્સ વેચાણ કરનાર ત્રણ યુવકોને ઝડપી પાડ્યો
પોલીસે 22 લાખથી વધુની મત્તા કબ્જે કરી

સુરતની લાલગેટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એમડી ડ્રગ્સનુ વેચાણ કરનાર સહિત ત્રણને ઝડપી પાડી ડ્રગ્સ સહિત 22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન પોલીસ ચલાવી રહી છે ત્યારે સુરતની લાલગેટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એમડી ડ્રગ્સનુ વેચાણ કરનાર સરફરાજ ઉર્ફે સફી અમદાવાદી પટેલ અને તેની સાથેના ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેર ગુલામહુસૈન પેરીયા અને ઈમરાન ફકરૂદ્દીન સુલતાનીયાને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી 20 લાખ 70 હજારની કિંમતનો 204.70 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મોબાઈલ ફઓન, મળી 22 લાખ 10 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેઓને એમડી આપનાર માંગરોળના ઈરફાન મકરાણીને વોન્ટેડ જાહેર કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *