સુરતના વરાછામાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નુ આયોજન કરાયુ
અષાઢી બીજના પાવન પર્વએ સુરતના વરાછા વિસ્તારમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકળી હતી જેમાં ભક્તો જોડાયા હતાં.
આજે અષાઢી બીજ ના પાવન પર્વ નિમિત્તે સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી હતી. આજે સુરતમાં 7 જેટલી રથ યાત્રા નીકળી હતી. તો સુરતના વરાછા વિસ્તારમાંથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. મીની બજાર ખાતે ભગવાન જગન્નાથનો રથ સંપૂર્ણ તૈયાર થયો હતો. આ રથ યાત્રા વરાછા મીની બજારથી રથયાત્રા પ્રારંભ થઈ અને સરથાણા ખાતે સમાપન થશે. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નુ આયોજન કરાયુ હતું.