અરવલ્લી જિલ્લામાં દારૂ બંધીના ધજાગરા

Featured Video Play Icon
Spread the love

અરવલ્લી જિલ્લામાં દારૂ બંધીના ધજાગરા
વાહનમાંથી દારૂની બોટલો રોડ પર પડી
વીડિયો વાઇરલ, પોલીસે તપાસ શરૂ કરી

મોડાસાના સાયરા તરફથી આવતા મેઘરજ રોડ પર દારૂબંધીના ધજાગરા ઉડતા દૃશ્યો સામે આવ્યા છે. જાહેર રસ્તા પર દારૂની બોટલો છૂટી છવાઈ પડેલી હોવાનો વીડિયો એક જાગૃત નાગરિકે વાઇરલ કર્યો છે.

અરવલ્લી જિલ્લામાં દારૂ બંધીના ધજાગરા ઉડયા છે, વાહનમાંથી દારૂની બોટલો રોડ પર પડતા રેલમછેલ થઈ છે, સાયરા તરફથી આવતા વાહનમાંથી બોટલો પડી છે અને એક નાગરિક દ્વારા તેનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ કરવામાં આવ્યો છે, પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોડાસાના મેઘરજ રોડ પર દારૂની બોટલો રોડ પર પડી છે, એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર ઘટનાને લઈ વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ કરવામાં આવ્યો છે, સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે, સાથે સાથે કોઈ બુટલેગર રાજસ્થાન તરફથી ગુજરાતની બોર્ડરમાં પ્રવેશ્યો હોય અને વાહનમાંથી આ દારૂની બોટલો પડી હોય તેવી માહિતી સામે આવી છે, સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ અને વાહનચેકિંગને લઈ સવાલો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *