તળાજાના દેવળીયા ગામમાં દારૂના અડ્ડે મારામારી
દારૂ વેચનાર બુટલેગરે આધેડને બેફામ માર માર્યો
જાનથી મારી નાખવાની ધમકી, ઇજાગ્રસ્ત આધેડ હોસ્પિટલમાં ખસેડાયો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળીયા ગામના પાદરમાં રહેતા એક આધેડ સાંગાણા ગામની સીમમાં એક દેશી દારૂના અડ્ડા પર દારૂ પીવા ગયો હતો જ્યાં દારૂ વેચનાર બુટલેગર તથા આધેડ વચ્ચે બોલાચાલી બાદ મારામારી સર્જાતા બુટલેગરે આધેડને બેફામ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ તળાજાના દેવળીયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા રઘુ મોહન બાબરીયા ઉં.વ.આ.૬૨ ગતરોજ સાંગાણા ગામની સીમમાં વાડી ધરાવતા અને છેલ્લા પંદર વર્ષથી દેશી દારૂનો અડ્ડો ચલાવતા મુન્નો ઉર્ફે મુન્નો કડી ની વાડીએ દારૂ પીવા માટે ગયો હતો જ્યાં બુટલેગર મુન્નાએ આધેડ રઘુને દારૂ આપવાનો ઈન્કાર કરતા બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી જેમાં મુન્નાએ આધેડ પર પાઇપ, પથ્થર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે આધેડે બુટલેગર વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે
