સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન સાથે દશેરા પર્વની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન સાથે દશેરા પર્વની ઉજવણી
પોલીસ વિભાગ જનતાની સુરક્ષા માટે કટિબદ્ધ : રાજેશ ગઢિયા
કાયદો-વ્યવસ્થા જાળવવા પ્રાર્થના

સમગ્ર દેશ, રાજ્ય સહિત સુરત જિલ્લામાં આસ્થાભેર દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અનિષ્ટ પર સારાની જીતનો સંદેશ આપતા આ પાવન પર્વ નિમિત્તે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પણ પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત ગ્રામ્ય પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને જવાનો ઉત્સાહભેર જોડાયા હતા. ખાસ કરીને, શસ્ત્ર પૂજનના પાવન અવસરે સુરત ગ્રામ્ય પોલીસ વડા (SP) રાજેશ ગઢિયાએ હાજરી આપી હતી અને પૂજન વિધિમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, “દશેરા એ શક્તિ અને સત્યની જીતનો તહેવાર છે. પરંપરા મુજબ અમે આજે પોલીસના હથિયારોનું પૂજન કર્યું છે.” તેમણે ઉમેર્યું હતું કે, “આ શુભ દિવસે અમે સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે અને જિલ્લાની શાંતિ કાયમ રહે તે માટે ભગવાન સમક્ષ વિશેષ પ્રાર્થના કરી છે. પોલીસ વિભાગ જનતાની સુરક્ષા માટે કટિબદ્ધ છે.” આ પૂજન કાર્યક્રમમાં ગ્રામ્ય પોલીસના વિવિધ યુનિટના શસ્ત્રોને એકસાથે મૂકીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરવામાં આવી હતી, જે પોલીસની શક્તિ અને સંકલ્પને પ્રદર્શિત કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *