અમરેલીમાં ભારે વરસાદથી મગફળી કપાસ વસહિત પાકોને નુકસાન
રામપુર ગામના ખેડૂતો ખેતી કરીને પોતાનો ગુજરાન ચલાવે છે
ખેતરોનું સર્વે કરાવીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરી
ધારી તાલુકાના રામપુર ગામે સહિત વિસ્તારમાં પડેલ ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોએ ચોમાસું વાવેતર કરેલ મગફળી કપાસ સહિત પાકોને નુકસાન જતાં ખેડૂતો ચિંતિત બન્યા છું છે ખેડૂતોની વેદના જોઈએ આ ખાસ અહેવાલમાં…..
ધારી તાલુકાના રામપુર ગામ સહિત વિસ્તારમાં ખેતી તેમજ પશુપાલન પર નિર્ભય છે અહીં લોકો ખેતી પર નિર્ભર છે ત્યારે રામપુર ગામના ખેડૂતો ખેતી કરીને પોતાનો ગુજરાન ચલાવે છે અલગ અલગ પાકોનુ વાવેતર કરી ખેતી પણ કરેલ છે ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા મગફળી તેમજ કપાસનું બિયારણ ખરીદી કરીને વાવણી કરેલી હતી. સમયસર વરસાદ થતા વાવણી કરેલ પાક પણ ધીમે ધીમે વિકસતો હતો… સમય પ્રમાણે રામપુરના ખેડૂતો દ્વારા ખેતીમાં દવા નો પણ છટકાવ કર્યો હતો.. જ્યારે પાક તૈયાર થઈને કાપણી સહિતની કામગીરી પૂર્ણ કરીને ખેતરમાં રાખેલ હતો ત્યારે ભારે વરસાદ પડતા મગફળી તેમજ કપાસ નો પાક પલળી જવા પામેલ છે ત્યારે રામપુર ગામે તૈયાર થયેલ મગફળી તેમજ કપાસના પાકો ઉપર ભારે વરસાદનો પ્રક્રોપ ઉતર્યો મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ ખેડૂતોના તૈયાર પાક પર તો જાણે વીજળી ત્રાટકી હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું હતું…. મોંઘા ભાવનું બિયારણ જવાનો ખર્ચો મજૂરી આવા અનેક ખર્ચાઓ કર્યા હોવા છતાં ખેડૂતના મો સુધી આવેલો કોળિયો છીનવી લીધો હોય. તેમ ખેડૂત જણાવી રહ્યા છે… ધારીના રામપુર ગામે પડેલ ભારે વરસાદને લઈને રામપુર ગામના તમામ ખેડૂતોની બસ એક જ માગણી છે કે ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક રામપુર ગામમાં દરેક ખેતરોનું સર્વે કરાવીને ખેડૂતોને સહાય આપવામાં માંગ કરવામાં આવી..
