દાહોદમાં મહાત્મા ગાંધીજીની 156મી ની જન્મજયંતીની ઉજવણી કરાઈ
અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરાઈ
પ્રિન્સિપલ અને શિક્ષકોની ઉપસ્થિત કાર્યક્રમ યોજાયો
સંસ્થાના સૂત્રધાર સુરેશ સેઠ દ્વારા બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
મહાત્મા ગાંધીજીની 156મી ની જન્મજયંતી નિમિત્તે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ખાતે બાપુ ની પ્રતિમા ને ભાવ સભર પુષ્પાંજલિ અર્પણ કરતા સંસ્થાના સૂત્રધાર શ્રી સુરેશ શેઠ, તેમજ પ્રમુખ પંકજ શેઠ અને માનદ મંત્રી મનીષ શાહ સહિત સંસ્થાના પ્રિન્સિપલ તેમજ શિક્ષક ગણ…..
મેરા જીવન હી મેરા સંદેશ હે ના ભારત સાથે વિશ્વભરમાં સંદેશ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે 156 મી જન્મ જયંતી નિમિત્તે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ છે અને આજે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતી છે ત્યારે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા પુષ્પાંજલિ પાઠવવામાં આવી છે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે ત્યારે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં પ્રાર્થના સભા ખાતે બાપુ ની પ્રતિમાને સૂત્રધાર સુરેશ સેઠ સહિત પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, સંસ્થા દ્વારા પ્રાર્થના સભામાં સમગ્ર સંસ્થાના પ્રિન્સિપાલ શિક્ષક તેમજ સભ્યોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કાર્યક્રમ અંતર્ગત ભજનો અને બાપુના પ્રિય ગીતોએ લોકોને મનમુક્ત કર્યા હતા, તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નું સ્મરણ કરી, બાપુ ના આદર્શો યાદ કર્યા હતા.
