સુરત ક્રાઈમ બ્રાન્ચની એએચટીયુની ટીમે લલનાઓને મુક્ત કરાવી

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની એએચટીયુની ટીમે લલનાઓને મુક્ત કરાવી
જહાંગીરાબાદ કેનાલ રોડથી સ્પાની આડમાં ચાલતું દેહવેપાર પકડ્યું
ગુડ્ડુ યાદવ અને રૂખસાર સમીર તથા મુંબઈના ફૈઝલ વોન્ટેડ

સુરત ક્રાઈમ બ્રાન્ચની એએચટીયુની ટીમે જહાંગીરાબાદ કેનાલ રોડથી સ્પાની આડમાં ચાલતા દેહવેપારને ઝડપી પાડી ત્રણ લલનાઓને મુક્ત કરાવી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે બાતમીના આધારે જહાંગીરાબાદ કેનાલ રોડ પર સમર્પણ હાઉસની સામે ગ્રીન એરિસ્ટો કોમ્પલેક્ષમાં બીજા માળે એ વન ગ્રીન નામના સ્પામાં ચાલતા કુટણખાના પર દરોડા પાડી ત્યાંથી ત્રણ લલનાઓને મુક્ત કરાવી સંચાલક સાહિલ ખાનની ધરપકડ કરી હતી. જ્યારે સ્પા ચલાવનાર ભાગીદાર પાંડેસરાના સુશીલકુમાર ઉર્ફે ગુડ્ડુ યાદવ અને રૂખસાર સમીર તથા મુંબઈના ફૈઝલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *