દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્રઈ મોદીના આગમનની તડામાર તૈયારીઓ
2500 થી 3000 પોલીસ જવાનો ખડેપગે હાજર રહેશે
ગરમીને ધ્યાનમાં રાખી પબ્લિક માટે છાશ અને પાણીની વ્યવસ્થા
જિલ્લા કલેકટર દ્વારા લોકોને કાર્યક્રમમાં પધારવા આમંત્રણ આપ્યું
દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે દાહોદના પ્રભારીમંત્રી, સાંસદ, કલેકટર, એસ.પી.સહિતના અધિકારીઓ તૈયારી માટે બેઠકોનો દોર કરી રહ્યા છે.
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ૨૬ના રોજ આવવાના છે. અહિંયા નરેન્દ્રભાઈ હસ્તે નવનીર્મીત રેલ્વે એજીન સાથે દાહોદ પાલિકા નવા ભવન સહિતના વિવિધ કામોનું લોકાર્પણ કરશે સાથે વડાપ્રધાનની જાહેર સભા દાહોદ નજીકના ડોકી ગામે યોજાનાર છે. તેના માટેની તૈયારીઓમાં સરકારી તંત્ર, ભાજપ લાગ્યુ છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને કાર્યક્રમશાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ વિભાગે પણ મોટાપાયે કાફલો ખડકી દીધો છે. અને કલકેટર પણ આયોજન માટે બેઠકોના દોર કરી રહ્યા છે. ત્યારે દાહોદમાં નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાટે આઠ એસ.પી. ૩૦ ડીવાયએસ.પી. ૯૦ પી.આઈ, ૨૨૫ પી.એસ.આઈ ૨૫૦૦ થી ૩૦૦૦ પોલીસ જવાનો ખડેપગે હાજર રહેશે. સાથે સરકાર દ્વારા પાણીની, પાર્કીંગ તેમજ લોકોને કાર્યક્રમમાં આવવા જવામાં તકલીફ ન પડે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. તા. ૨૬ના રોજ નરેન્દ્રભાઈના કાર્યક્રમમાં આવવામાં સહુલીયત રહે તે માટે જીલ્લામાં જેટલા પણ ટોલગેટ છે ત્યાં કોઈ પણ પ્રકારના નાણા નહી લાગે તેવું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી છે. જીલ્લા ભા.જ.પ. દ્વારા પણ મોટા પાયે જીલ્લાના લોકો કાર્યક્રમમાં આવે તે માટે ગામે ગામઅને તાલુકે તાલુકે બેઠકોનો દોર કરી રહ્યા છે….