સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ
માસમા ગામેથી ગેસ એજન્સીના ગોડાઉનમાં ચાલતું રિફિલિંગ કૌભાંડ
ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડને પોલીસે ઝડપી પાડ્યું
સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડ ધમધમતુ હોવાનું વારંવાર સામે આવી રહ્યુ છે ત્યારે સુરતના ઓલપાડના માસમા ગામેથી ગેસ એજન્સીના ગોડાઉનમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડને પોલીસે ઝડપી પાડ્યો હતો.
ગુજરાતમાંથી ઠેક ઠેકાણેથી કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે સુરતના ઓલપાડમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ બહાર આવ્યું છે. સુરત જિલ્લામાં વધુ એકવાર મોટું એલપીજી ગેસનું કૌભાડ ઝડપાયું છે. ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ગેસનું રિફિલિંગ કરવામાં આવતું હોવાનું ઘટસ્ફોટ થયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે. તો આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ ઓલપાડના માસમાં ગામે ઈન્ડીયન નામની એલપીજી ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેસ રિફલિંગનું કૌભાંડ ધમધમી રહ્યું હતું. જેની જાણ ઓલપાડ પોલીસને થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરીને આ ગેરકાયદે ચાલતા ગેસ રિફલિંગનું કૌભાંડ પર દરોડા પાડ્યા હતાં. આ ગેસ એજન્સીના ગોડાઉનમાં ગ્રાહકોને અપાતા ગેસ બોટલમાંથી જ ગેસ ચોરવામાં આવતો હતો. હાલ પોલીસે દ્વારા મોટા પ્રમાણમાં એલપીજી ગેસની બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે.