સુરતમાં શંકાસ્પદ લાશ મળવાની ઘટના યથાવત
19 વર્ષીય યુવકનો ઝાડ સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળી
પરિવારજનો દ્વારા હત્યાનો આક્ષેપ કરાયો
રેમ સંબંધમાં યુવાનની હત્યા કરાઈ હોવાના આક્ષેપ
સુરતના પાલ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર કામ કરતા 19 વર્ષીય યુવકનો ઝાડ સાથે લટકતી હાલતમાં શંકાસ્પદ રીતે મૃતદેહ મળી આવતા પરિવારજનો દ્વારા હત્યાનો આક્ષેપ કરાયો હતો. પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા થઈ હોવાના આક્ષેપો પણ મૃતકના પરિવારજનોએ કર્યા હતાં.
સુરતના સુરતના પાલ વિસ્તારમાં 19 વર્ષીય યુવક રાજેશ કામોલનુ શંકાસ્પદ મોત નિપજ્યુ હતું. બાંધકામ સાઈટ પર કામ કરતા યુવાનનો ઝાડ સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારજનો દોડતા થઈ ગયા હતાં. અને યુવાનના મોતને લઈ આક્ષેપો કર્યા હતા કે પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા કરાઈ છે. તો યુવકનો ઝાડ સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળ્યા હોય યુવક અને યુવતીના પરિવારજનો વચ્ચે માથાકૂટ થઈ હોવાની માહિતી વાત પણ સામે આવી છે. હાલ તો બાંધકામ સાઈટ પર કામ કરતા 19 વર્ષીય રાજેશ કામોલના મોતને લઈ પોલીસે ગુનો નોંધી મોતનુ સાચુ કારણ જાણવા લાશને પી.એમ. અર્થે હોસ્પિટલે ખસેડી હતી. તો પી.એમ. રીપોર્ટ બાદ જ યુવાનના મોતનુ સાચુ કારણ સામે આવશે.