સુરત : 200 કરોડનું દેશવ્યાપી સાઇબર ફ્રોડ
100 બેંક ખાતાંમાંથી 35 સામે ફરિયાદો
આ રેકેટમાં સુરતના બે માસ્ટર માઇન્ડ છે
બન્ને ડાયરેકટ ક્યુબા દેશમાં બેંક ખાતાની ડિટેઇલ્સ મોકલતા
ઉધના પોલીસે વાહન ચેકિંગમાં બે શખ્સોને પકડી પાડી સાયબર ક્રાઇમની ઓનલાઇન ચીટીંગનું દેશવ્યાપી મોટું રેકેટ પકડી પાડયું હતું. આ રેકેટમાં સુરતના બે માસ્ટર માઇન્ડ છે. જેના છેડા વિદેશમાં ક્યુબામાં જોડાયેલા છે. બન્ને સૂત્રધારોએ છેલ્લા 6 મહિનામાં 200 કરોડના 100 બેંક ખાતાઓમાં ટ્રાન્જેકશનો કરેલા હોવાની ચોંકાવનારી હકીકતો પોલીસને જાણવા મળી છે.
સુરત પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યુ હોય તેવો ઘાટ સર્જાયો છે. ઉધના પોલીસે વાહન ચેકિંગમાં બે શખ્સોની પકડી પાડી તેની પાસેથી શંકાસ્પદ બેંક ખાતાઓ સહિતના ડોક્યુમેન્ટો મળી આવ્યા હતા. ટોળકી બેંક ખાતાનો ઓનલાઇન ચીટીંગની રકમમાં ઉપયોગ કરતા હતાં. કડાયેલામાં સૂત્રધાર કિરાટ જાદવણીએ 20 કરોડના ટ્રાન્ઝેક્શન્સ દિલ્હીમાં બેઠેલા સૂત્રધાર વિનીત પ્રસાદને કર્યા હોવાની હકીકતો સામે આવી છે. આથી ઉધના પોલીસની એક ટીમે દિલ્હી જઈ તેને ઝડપી પાડ્યો હતો. હાલ 100 જેટલા બેંક ખાતાની માહિતી લેપટોપમાંથી મળી છે. જેમાં કરોડોના ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે. આ તમામ બેંક ખાતાઓ આરોપી કિરાટે દિલ્હીના વિનીતને આપ્યા હોવાની કબુલાત કરી હતી. બન્ને ભાગીદારીમાં આ રેકેટ ચલાવે છે. જેમાં હજુ દિવ્યેશ ફરાર છે. તેને પકડવા માટે પોલીસ તેના ઘરે ગઈ જો કે તે હાથમાં આવ્યો નથી અને મોબાઇલ પણ બંધ છે. લેપટોપમાંથી મળેલા ડેટા આધારે 100 કરંટ બેંકોના ખાતાઓ છે અને તમામ ખાતાઓ સુરતની બેંકોના છે. આ ટોળકી પાસેથી મળેલા 100 બેંકોના ખાતામાંથી 35 ખાતામાં સાયબર ક્રાઈમની દેશવ્યાપી ફરિયાદ પણ નોંધાયેલી છે. વધુમાં બન્ને સૂત્રધારોને ક્યુબા દેશમાં બેઠેલા સૂત્રધારને 2 ટકા કમિશન પેટે વોલેટ ટુ વોલેટ યુએસડીટી આપતા હતા. પછી કિરાટ અને દિવ્યેશ અહીં યુએસડીટી વોલેટમાં અન્ય કોઈને વેંચી રોકડા કરી લેતા હતા. બન્ને સૂત્રધારોએ છેલ્લા 6 મહિનામાં ઓનલાઇન ચીટીંગમાં 10 લાખ યુએસડીટી કમાયા છે. કરંટ ખાતેદારને એક ખાતાના 8 લાખની રકમ આપતા હતા. આથી તે શખ્સ પણ લાલચમાં આવી ભાડાની દુકાન બતાવી ધંધો તેમજ જીએસટી નંબર લઈ કરંટ ખાતુ ખોલાવી સૂત્રધારોને તમામ વિગતો આપી દેતા હતા. પછી ખાતાઓને ઓપરેટ કરવાનું તમામ કામ આ ગેંગ જ કરતી હતી. પોલીસના હાથે લાગેલા ખાતામાં એક બેંક ખાતામાં 3 દિવસમાં 42 કરોડના ટ્રાન્જેકશનો થયા હતા, અન્ય એક ખાતામાં 26 કરોડ અને 19 કરોડના ટ્રાન્જેકશનો થયા હતાં. ક્યુબામાં કરંટ બેંક ખાતાની વિગતો રેઝર એક્સ એપ્લિકેશનથી મોકલતા ક્યુબા દેશમાં કરંટ બેંક ખાતાઓની વિગતો રેઝર એક્સ એપ્લિકેશનથી મોકલતા હતા. જેમાં યુઝર આઈડી અને પાસવર્ડથી ઈન્ટરનેશનલ ટ્રાન્જેકશનો કરતા હતાં. કિરાટ દિલ્હીના વિનીત પ્રસાદનો સંપર્ક કર્યો હતો. 3 મહિના સુધી કિરાટ અને દિવ્યેશ દિલ્હી ખાતે વિનીતને કરંટ બેંક ખાતાઓ મોકલતા હતા. પછી બન્ને ડાયરેકટ ક્યુબા દેશમાં બેંક ખાતાની ડિટેઇલ્સ મોકલતા હતાં. હાલ તો ઉધના પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.