સુરતના ઓલપાડ સહીત માંગરોળમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ

Featured Video Play Icon
Spread the love

સુરતના ઓલપાડ સહીત માંગરોળમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ
ઓલપાડમાં એક ઇંચ વરસાદ નોંધાયો
ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની

સુરત ગ્રામ્ય સહીત ઓલપાડ તાલુકામાં મોડી રાત્રે થી લઇ લઇ આજે વહેલી સવારે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય તેવું વાતાવરણ સર્જાયું છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી હતી જેને લઇ ફરી એક વખત સુરત જિલ્લા સહીત ઓલપાડ તાલુકામાં રાત થી જ વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે વરસાદ ને લઇ ખેડૂતોની હાલત કફોડી બની છે.ત્યારે ઓલપાડ તાલુકામાં એક ઇંચ થી વધુ વરસાદ વરસ્યો

મે મહિનો પૂર્ણ થવાના આરે છે ત્યારે જાણે અડધો મે મહિનામાં વરસાદ વરસ્યો હોય તેમ રાત્રી દરમ્યાન તેમજ મંગળ વાર ની વહેલી સવારે ગાજવીજ અને પવન સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ને લઇ વાતાવરણ માં ઠંડક પ્રસરી છે જેથી લોકો ને ગરમીથી રાહત થઈ છે પરંતુ ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતો ચિંતા માં મુકાયા છે ઓલપાડ તાલુકામાં ખેડૂતો ના ખેતરો માં તેમજ ખુલ્લી જગ્યા માં ડાંગર કાપી સુકવવા નાખ્યું હતું અને ભારે વરસાદ ને લઇ ડાંગર નો પાક ભીંજાઈ જતા ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે. ત્યારે હજી પણ વરસાદ વરસી રહ્યો છે વાત કરીયે કમોસમી વરસાદ ની તો સુરત જિલ્લા માં આજે વહેલી સવારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માંગરોળ તાલુકામાં માં પણ વરસાદ વરસતા ખેડૂતના ડાંગર નો પાક પલરી જતા નુકશાન થવા પામ્યું છે ત્યારે મે મહિનામાં પડેલો કમોસમી વરસાદ ને લઇ ખેડૂતો ના પાકો ને નુકશાન થવા પામ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *