ગુજરાતને TB મુક્ત બનાવવા માટે બંને ઓર્ગેનાઈઝેશને ફુલ ડેડીકેશન સાથે ગુજરાતના ચાર જિલ્લાને TB મુક્ત કરવા માટે સુરત, ભરૂચ, ડાંગ, વ્યારાને, એડોપટ કરીને TB પ્રિવેન્શન ડિટેકશન મેનેજમેન્ટ ટ્રીટમેન્ટની સાથે સાથે ન્યુટ્રીશન બાસ્કેટ આપીને TB પેસન્ટને સ્વસ્થ કરવા માટે દ્રઢ સંકલ્પ કર્યો છે
આ ઉદ્દેશને અનુલક્ષીને આ ચાર ડિસ્ટ્રિક્ટ માં છ હજારથી વધુ પેસન્ટને ચકાસણી કરી ટ્રીટમેન્ટ આપી ચાર જિલ્લાના લોકોને TB મુક્ત કરવા માટે SBI ફાઉન્ડેશન જે R K H I V એઇડ્સ & રિસર્ચ કેર સેન્ટર ને જવાબદારી સોંપી હતી તે R K H I V એઇડ્સ રિસર્ચ & કેર સેન્ટર જે 10 વાર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નામ નોંધાવી ચૂક્યું છે વિશ્વના ઇતિહાસમાં 39700 થી વધુ હેલ્થ ચેકઅપ કેમ્પ કરીને 3 કરોડ 96 લાખ પેસન્ટને તપાસીને લાભ આપ્યો છે વિશ્વના ઇતિહાસમાં સૌથી વધુ કેમ્પ કરવાવાળા ઓર્ગેનાઈઝેશન છે જે પાછલા વર્ષમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ના જન્મ દિવસ પર 1લાખ 7 હજાર પેસન્ટને જોઈને તેમના જન્મદિવસ અનોખી ઉજવણી કરી હતી. આ અવસર પર મોદીજી એ લાઈવ આવીને સંસ્થાના તમામ લોકોનું અભિવાદન કર્યું હતું તેમજ તમામ લાભાર્થી પેસન્ટને સ્વાસ્થ્ય રહેવાની કામના કરી હતી તેમજ સ્વસ્થ ગુજરાતનો નારો આપ્યો હતો. આજ વિષયને અનુલક્ષીને R K H I V એઇડ્સ રિસર્ચ & કેર સેન્ટરએ તેમની ટીમ સાથેsbi ફાઉન્ડેશનના મિશનને જોઈન્ટ મિશન બનાવી ચાર જિલ્લાને TB મુક્ત કરવામાં વિશેષ યોગદાન આપ્યું છે જે અંતર્ગત 3 ડીસેમ્બર 2023 ના રોજ ટીબી ગ્રસ્તહજારો લોકોને ન્યુટ્રીશન બાસ્કેટ આપીને તેમને સ્વાસ્થ્ય કરવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું
જેમાં વિશેષ અતિથિ sbi ફાઉન્ડેશનના મેનેજીંગ ડાયરેક્ટર સંજય પ્રકાશ અને R K H I V ના ચેરમેન ડૉ. ધર્મેન્દ્ર કુમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 6000થી વધુ TB ના દર્દીઓએ જોડાય આ કેમ્પ લાભ લીધો હતો.