નર્મદા રાજપીપળામાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સંકલન બેઠક
સર, બીએલઓ અને અન્ય મુદ્દા આપ ધારાસભ્ય ચૈતર વસાવે ઉઠાવ્યો
બેઠકમાં જિલ્લા કલેક્ટર,આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સંકલનની મીટીંગ મળી હતી જેમાં સર, બીએલઓ અને અન્ય મુદ્દા આપ ધારાસભ્ય ચૈતર વસાવે ઉઠાવ્યો હતો.
નર્મદા જિલ્લાના જિલ્લા કલેકટર ખાતે રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી અને નર્મદા જિલ્લાના હાલમાં જ પ્રભારી બનેલા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી, જેમાં જિલ્લા કલેકટર તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા અને જંગલના રસ્તાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથેસાથે ચૂંટણી પાંચની કામગીરી એટલે કે BLO શિક્ષકો અને તેમને જે કામગીરી કરવી પડે છે જે બાબતે પણ તેઓએ સવાલ ઉઠાવ્યો હતો.
મંત્રી ઈશ્વરસિંહ પરમારે પણ આ બાબતે ખાસ સ્પષ્ટતા કરી હતી. છ મહિના સુધી વરસાદ પડવાના કારણે રસ્તાઓ ડેમેજ થયા હતા, રીપેરીંગ વહેલી તકે કરાઈ રહ્યું છે અને મંત્રી એતો એવું કહી દીધું કે, જે BLOની કામગીરી છે એ તો એમની ફરજ છે એ કામ કરવું જ પડશે. ધીમી ગતિએ કામ ચાલે છે. કામગીરી દરેકે કરવી પડતી હોય છે અને 7 ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની છે જે વહેલી તકે કરવું પડશે.
આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ રજૂઆત કરી હતી કે, મનરેગાની કામગીરી શરૂ થાય તેમ જ અન્ય અન્ય રસ્તાઓ અને બસો માટે રસ્તાઓ બંધ છે જે શરૂ કરવામાં આવે. તેમજ ચૈતર વસાવાએ રજૂઆત કરી હતી કે, બીએલઓની કામગીરીની જે રજૂઆત છે જે બાબતે તેઓની વાત સાંભળવામાં આવે. નાંદોદ તાલુકાના કરજણ ડેમના ઉપરવાસમાં આવેલા જૂનારાજ ગામના રસ્તાના કામમાં થઈ રહેલો વિલંબ અને તેના કારણો આપે, દેડિયાપાડા-સાગબારામાં બનતા આકસ્મિત આગજનીના બનાવો અને તેમાં વળતરની ચૂકવણીની પણ વાત કરી હતી. સાથે જ તેમને કહ્યું હતું કે, મતદાર યાદી માટે શિક્ષણ કાર્ય બગડે છે અને શિક્ષકો પરિસ્થિતિ કફોડી બની છે, અધિકારીઓ પ્રેશર કરે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
