દીકરીના લગ્ન માટે ગુજરાતના મુખ્યમંત્રીએ કાર્યક્રમનું સ્થળ બદલ્યું
જામનગરમાં દીકરીના લગ્ન અને મુખ્યમંત્રીનો કાર્યક્રમ એક જ જગ્યાએ હતો
આ વાતની જાણ થતાં મુખ્યમંત્રીએ કાર્યક્રમનું સ્થળ બદલવાનો નિર્ણય લી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતા દર્શાવતી એક અનોખી ઘટના જામનગરમાં સામે આવી છે. 24 નવેમ્બરના રોજ જામનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રીનો સરકારી કાર્યક્રમ નિર્ધારિત હતો, પરંતુ તેના એક દિવસ પહેલાં એટલે કે 23 નવેમ્બરે એ જ સ્થળે પરમાર પરિવારની દીકરી લગ્ન હોવાથી, સુરક્ષા અને બંદોબસ્તના કારણે લગ્નવિધિમાં અવરોધ ઊભો થવાની ચિંતા પરિવારને સતાવી રહી હતી.
સામાન્ય રીતે કોઈ કોર્પોરેટરના કાર્યક્રમ હોય તો પણ તેઓ ભાગ્યે જ કોમનમેનની પીડા સમજતા હોય છે. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીએ જે ઘરમાં લગ્ન હતા તેમની સઘળી ચિંતાઓનો ભાર પળ ભરમાં જ હળવો કરી દીધો હતો, પરિવારની ચિંતાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ થઈ એટલે તેમણે એક પિતાની વેદના સમજી કે છેલ્લે ઘડીએ જો લગ્ન સ્થળમાં અવરોધ ઉભો થાય તો પરિવારની કેવી સ્થિતિ થાય ? જેથી તેમણે એક કોમનમેનની જેમ જ પોતાના કાર્યક્રમનું સ્થળ બદલી નાંખ્યું છે. મુખ્યમંત્રીએ જે ઘરમાં લગ્ન હોય અને આવી સ્થિતિ ઉભી થાય તો કેવી દોડધામ મચી જાય એ વાતને જમીન સાથે જોડાયેલી માણસની જેમ બરાબર સમજી લીધી હતી. જેથી તેમણે તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી કે, ‘આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા’ અને કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું, માત્ર એટલું જ નહીં પરિવારના મોભીને ફોન કરીને હૈયાધારણ આપી, જેનાથી પરમાર પરિવારનો તણાવ દૂર થયો. આવતીકાલે CM જામનગરમાં પરમાર પરિવાર સાથે મુલાકાત કરશે.
જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના 23 નવેમ્બરનાં રોજ એટલે કે આજે જામનગર શહેરના ટાઉનહોલ ખાતે લગ્ન હતા, પરંતુ લગ્નના એક દિવસ બાદ એટલે કે કાલે તારીખ 24 નવેમ્બરનાં મુખ્યમંત્રીનો સરકારી કાર્યક્રમ પણ એ જ સ્થળે નિર્ધારિત હતો. જેના કારણે આસપાસ સુરક્ષા, પોલીસ બંદોબસ્ત અને માર્ગ વ્યવસ્થામાં ફેરફાર થવાને કારણે પરિવાર ચિંતામાં મુકાયો હતો. પરિવારે આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય સુધી વાત પહોંચાડતા મુખ્યમંત્રીએ તાત્કાલિક પ્રતિસાદ આપ્યો અને અધિકારીઓને સૂચના આપી કે, ‘આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતાએ આપણી ચિંતા’. આ નિર્ણય બાદ કાર્યક્રમ નવી જગ્યાએ પાર પાડવામાં આવ્યો……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
