નવાપુર તરફ જતી લાઇન પર ગમખ્વાર અકસ્માત સર્જાયો
30 હજાર લિટર અત્યંત જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું
ભરેલું ટેન્કર પલટી મારી જતાં હાઈવે પર દોડધામ મચી ગઈ
સોમવારે સવારે નવ વાગ્યાની આસપાસ સાકરદા એચપી પેટ્રોલ પંપ સામે, નવાપુર તરફ જતી લાઇન પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આશરે 30 હજાર લિટર અત્યંત જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં હાઈવે પર દોડધામ મચી ગઈ હતી.
અકસ્માતની મળતી માહિતી મુજબ ટેન્કર ચાલક નવાપુર તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક રોડ પર એક અસ્થિર મગજનો માણસ આડો આવી ગયો હતો. તેને બચાવવાના પ્રયત્નમાં ડ્રાઈવરે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટેન્કર પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં ટેન્કરના ડ્રાઈવરને હાથે ગંભીર ઈજા (ફ્રેક્ચર) પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ 108 એમબ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને વધુ સારવાર અર્થે સોનગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ટેન્કરમાં 30 હજાર લિટર જેટલું જ્વલનશીલ કેમિકલ ભરેલું હોવાથી મોટી હોનારત ન સર્જાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો પણ સતર્ક બન્યો હતો. કેમિકલના કારણે આગ ન લાગે તે માટે વ્યારા નગર પાલિકા ની ફાયર વિભાગ ની ગાડી તેમજ સોનગઢનગર પાલિકા ફાયર વિભાગ ની ગાડી ધટના સ્થળે પહોંચી જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે..
