લાલ આતંક તરીકે ઓળખાતા 26 નક્સલીઓને બુધવારે ઠાર માર્યા
માર્યા ગયેલા 27 નક્સલીઓ પર કુલ 3.33 કરોડ રૂપિયાનું ઇનામ
એન્કાઉન્ટર પછી જવાનોનો નાચતો વીડિયો સામે આવ્યો
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા તમામ 27 નક્સલીઓની ઓળખ રાજ્યના ખતરનાક નક્સલીઓ તરીકે થઈ છે. તેમના પર કુલ 3.33 કરોડ રૂપિયાનું ઇનામ હતું. આ માહિતી વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. આ એન્કાઉન્ટર પછી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સુરક્ષા દળોના જવાનો નાચતા જોવા મળે છે.
વિડિયો જાહેર કરતા સમાચાર એજન્સી ANIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે તા. 21 મેના રોજ નારાયણપુરના અબુઝમાડ જંગલમાં એન્કાઉન્ટર દરમિયાન 27 નક્સલવાદીઓને માર્યા બાદ ઉજવણી કરી રહેલા DRG સૈનિકો. ટોચનો નક્સલી નેતા બસવ રાજુ પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. તમારે પણ આ વિડિઓ જોવો જોઈએ. છત્તીસગઢમાં નક્સલીઓ સામેના સૌથી મોટા ઓપરેશનમાં સુરક્ષા દળોએ બુધવારે બીજાપુર-નારાયણપુર જિલ્લાની સરહદ પર આવેલા અબુઝમાડ જંગલોમાં એક એન્કાઉન્ટર દરમિયાન ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) ના મહાસચિવ નમ્બાલા કેશવ રાવ ઉર્ફે બસવ રાજુ સહિત 27 નક્સલીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટરમાં 12 મહિલા નક્સલીઓ પણ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્ય પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) ના બે જવાનો પણ ઓપરેશન દરમિયાન મૃત્યુ પામ્યા છે. બસ્તર પ્રદેશના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું કે, છત્તીસગઢમાં માર્યા ગયેલા નક્સલીઓમાંથી એકની ઓળખ બુધવારે બસવ રાજુ (70) તરીકે થઈ, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું, જ્યારે અન્યની ઓળખ ગુરુવારે કરવામાં આવી
માર્યા ગયેલા નક્સલવાદીઓમાં માઓવાદીઓની દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટીના સભ્ય જંગુ નવીનના માથા પર 25 લાખ રૂપિયાનું ઇનામ હતું. કંપની પાર્ટી કમિટી મેમ્બર (CYPCM) સંગીતા ઉપર 35 લાખ, ભૂમિકા ઉપર 35 લાખ, સોમલી ઉપર 30 લાખ અને રોશન ઉર્ફે ટીપુ ઉપર 35 લાખ તેમજ ચાર માઓવાદીઓ પર 10-10 લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું હતું કે બાકીના 21 નક્સલવાદીઓ, જેમાં ત્રણ પ્લાટૂન પાર્ટી કમિટીના સભ્યો અને PLGA કંપની નંબર સાતના 18 સભ્યોનો સમાવેશ થાય છે, તેમના માથા પર આઠ લાખ રૂપિયાનું ઈનામ હતું. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં ત્રણ તેલંગાણાના અને બે આંધ્રપ્રદેશના હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી