સુરતમાં યુવતી લગ્ન કરવા શગીરને ભગાડી ગઈ
સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં ચુકાવનારો કિસ્સો
19 વર્ષીય યુવતિએ 17 વર્ષના કિશોરને ભગાડીને લગ્ન કરવાનો પ્રયાસ કર્યો
પોલીસે યુવતિ વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠલ ગુનો નોંધી તેની ધરપકડ કરી
સુરતમાં ફરી કિશોરને યુવતિ ભગાડી ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 19 વર્ષીય યુવતિ 17 વર્ષિય કિશોરને ભગાડી ગઈ હતી. કિશોર ઘરેથી રૂપિયા લઈ ભાગ્યો હોય જે રૂપિયા પુરા થતા બન્ને ઘરે આવી ગયા હતા. હાલ પોલીસે આ મામલે યુવતિ વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઉલટી ગંગા વહેંતી હોય તેમ લાગી રહ્યુ છે. યુવતિઓ કિશોરોને ભગાડી જઈ રહી હોવાના કિસ્સા બની રહ્યા છે. અગાઉ શિક્ષિકા વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી અને તેના દ્વારા ગર્ભવતિ પણ બની હોવાનો કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યુ છે ત્યારે હવે લિંબાયતમાંથી એક યુવતિ કિશોરને ભગાડી ગઈ હોવાની ઘટના સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતિ 17 વર્ષિય કિશોરને ભગાડી ગઈ હતી તો કિશોર ઘરેથી ભાગ્યો ત્યારે 25 હજાર રૂપિયા લઈ ભાગ્યો હતો. અને રૂપિયા પુર્ણ થઈ જતા બન્ને ઘરે પરત ફર્યા હતાં. તો આ મામલે કિશોરના પરિવારે પોલીસમાં જાણ કરી હોય જેથી પોલીસે યુવતિ વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠલ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.