સુરતમાં નજીવી બાબતે હુમલાઓની ઘટના વધી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં નજીવી બાબતે હુમલાઓની ઘટના વધી
સંત દેવીદાસ સોસાયટીમાં બે પક્ષો વચ્ચે ધીંગાણુ
પોલીસે બન્ને પક્ષો વચ્ચે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

સુરતમાં નજીવી બાબતે હુમલાઓની ઘટના વધી રહી છે ત્યારે સંત દેવીદાસ સોસાયટીમાં બે પક્ષો વચ્ચે ધીંગાણુ સર્જાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી સંત દેવીદાસ સોસાયટીમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયુ હતું. જેમાં મહિલાઓ અને ભાડાના મકાનમાં ઓનલાઈન વેપાર કરતા યુવકો વચ્ચે મારામારી થઈ હતી. મારામારીની ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે જેમાં ભાડાના મકાનમાં ચાલતા ઓનલાઈન વેપારને લઈને લુખ્ખાઓ આવતા હોવાની ફરિયાદ કરાઈ હતી. સોસાયટીની મહિલાઓ અને ઓનલાઈન વેપાર કરતા યુવકો વચ્ચે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ અને યુવકોએ મહિલાઓના કપડા ફાડીને માર માર્યો હતો. મહિઓએ પણ યુવકોના કપડાં ફાડ્યા હતાં. તો ઘટના અંગેની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. અને પોલીસે બન્ને પક્ષો વચ્ચે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *