ઓપરેશન સિંદૂર’ બાદ પીએમ પ્રથમવાર ગુજરાત આવશે
26મીએ સાંજે અમદાવાદમાં ભવ્ય રોડ શો,
ભુજ-નલિયામાં એરફોર્સની મુલાકાત લઈ શકે
પ્રફૂલ પાનસેરિયા અને વિનોદ ચાવડાને કાર્યક્રમની જવાબદારી સોંપાઈ
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર’ બાદ પ્રથમવાર પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે. તારીખ 26 અને 27 મેના પ્રધાનમંત્રી કચ્છ અને દાહોદ જિલ્લાના કાર્યક્રમોમાં હાજરી આપશે. કચ્છ જિલ્લાની મુલાાકત સમયે પીએમ મોદી ભુજ અને નલિયા એરફોર્સની મુલાકાત લે તેવી શક્યતા છે. 26મીએ સાંજે પીએમ મોદી અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજશે. અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી રોડ શોનું આયોજન કરાયું છે. જેમાં ઓપરેશન સિંદૂરની ઝાંખી જોવા મળશે. 27મીએ દાહોદમાં રેલવેના લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 મે એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 26મી એ સાંજે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય રોડ શોમાં ‘ઓપરેશન સિંદૂર’ની ઝાંખી પણ જોવા મળશે. બ્રહ્મોસ મિસાઇલ સહિતના દેશના શૌર્યને દર્શાવતા કટીંગ અને પ્રતિકૃતિ મૂકવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં અંદાજે 50000 લોકો ભેગા કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર ની ભવ્ય તા દર્શાવતી ઝાંખી રજૂ કરવા માટે અલગ અલગ ટેબલો ઊભા કરવામાં આવશે. રોડ શો રૂટ ઉપર ઓપરેશન સિંદૂરની ભવ્ય જીતને લઈને હાથમાં બેનર અને ટેબલો દર્શાવવામાં આવશે.
વડાપ્રધાન 26 અને 27મી મેના રોજ ગુજરાત આવશે. 26મી તારીખે કચ્છમાં માતાના મઢ, ભુજ અને નલિયા એરફોર્સની મુલાકાત લે તેવી શક્યતા છે. 27મીએ ભુજના મિરઝાપુર રોડ પર જાહેરસભાને સંબોધિત કરશે. 27મી તારીખે દાહોદમાં રેલવેના લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું પીએમના હસ્તે લોકાર્પણ કરાશે. આ પ્લાન્ટનું 20 એપ્રિલ 2022ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રફૂલ પાનસેરિયા અને વિનોદ ચાવડાને કાર્યક્રમની જવાબદારી સોંપાઈ છે,…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી