સુરતમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો
યુવકના માથે કન્ટેનરના તોતિંગ ટાયર ફરી વળ્યા
ખાડો આવતા બાઈક સ્લીપ થઇ ને ત્રણેય નીચે પટકાયા,
પાછળથી આવતા કન્ટેનરે માથે ચડાવી દેતા એકનું મોત, 2 ઇજાગ્રસ્ત
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અમરોલી વિસ્તારમાં બાઈક લઈ સ્લીપ થયેલા ચાલક પર પાછળથી આવતો ટ્રક ચઢી જતા મોત નિપજ્યુ હતં.
સુરતમાં ભારે વાહનના ચાલકો દ્વારા અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે જો કે આ વખતે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતના અમરોલી વિસ્તારમાંથી એક બાઈક ચાલક પસાર થઈ રહ્યો હતો. મોડી સાંજે બાઈક ચાલક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે અચાનક તેની ગાડી સ્લીપ થઈ હતી અન તે પટકાયો હતો તે જ સમયે પાછળથી આવતો ટ્રક બાઈક ચાલક પર ચઢી ગયો હતો જેને લઈ બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યુ હતું. તો અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે.
