માંડવી તાલુકાના તોગાપુર ગામે ટ્રક-બાઈક અકસ્માત એકનું ઘટના સ્થળેજ મોત, એક ઘાયલ.

Featured Video Play Icon
Spread the love

માંડવી તાલુકાના તોગાપુર ગામે ટ્રક-બાઈક અકસ્માત
એકનું ઘટના સ્થળેજ મોત, એક ઘાયલ.

માંડવી તાલુકાના તોગાપુર ગામની સીમમાં કીમ-માંડવી રોડ પર બનેલા અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળેજ મોત થયું હતું જ્યારે બીજો યુવાન ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ચીમીપાતલ ગામના અર્જુન છના વસાવા તથા ડેડીયાપાડા તાલુકાના મોટી બેડવાણ ગામના અશ્વિન રેશા વસાવા સ્પ્લેન્ડર બાઈક (GJ 19 BN 1475) પર કરંજ ગામે મોલવાણ પાટિયા નજીકના ઇંટ ના ભઠ્ઠા પર મજૂરી કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન ઉસ્કેર-તોગાપુર ગામની સીમમાં અજાણ્યા ટ્રક (GJ 16 AU 5522 )ના ચાલકે અચાનક બ્રેક મારતા તેમની બાઈક ટ્રકના પાછળના ભાગે જોરદાર ટક્કર લાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઈક ચાલક અર્જુન વસાવા ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે પાછળ બેસેલા અશ્વિન વસાવાના માથામાં ગંભીર ઈજા થતાં ઘટના સ્થળેજ તેનો કરૂણ અંત આવ્યો હતો. ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *