સુરત : ચોમાસા દરમિયાન સાફ-સફાઈ કરવા સૂચના.

Featured Video Play Icon
Spread the love

સુરત : ચોમાસા દરમિયાન સાફ-સફાઈ કરવા સૂચના.
ખાડી, મેનહોલ, ડ્રેનેજ, ઈનલેટ ચેમ્બર સાફ કરવા સૂચના.
શહેરમાં 90 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો મેયરનો દાવો.

ચોમાસા પહેલા જ સુરત મહાનગર પાલિકા તંત્ર સજ્જ થઈ ગયુ છે. અને પ્રિમોન્સુન કામગીરીનો ચિતાર અપાયો હતો. વિધિવત ચોમાસા અગાઉ પાલિકા તંત્રની મેયરે સમીક્ષા બેઠક લીધી હતી જેમાં પ્રિ-મોન્સૂન કામગીરીનો ચિતાર અપાયો હતો. તો ખાસ કરીને ખાડી, મેનહોલ, ડ્રેનેજ, ઈનલેટ ચેમ્બરની સાફ સફાઈ કરવાની સુચના અપાઈ હતી.

જૂન માસના પ્રથમ પખવાડિયામાં ચોમાસાની સિઝનનો વિધિવત આરંભ થવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે સુરત શહેરમાં ચોમાસાની સિઝનમાં પાણીનો ભરાવો, રસ્તા પર ખાડા સહિતની સમસ્યા સર્જાતી હોય પાલિકા તંત્રએ પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગ, ઝોનના અધિકારીઓએ પ્રિ-મોન્સૂન કામગીરીનો ચિતાર આપ્યો હતો. દરમિયાન પદાધિકારીઓએ ટ્રેન્ચની કામગીરી, રસ્તા રિપેર-પેચવર્કની કામગીરી તાકીદે પૂરી કરવાનો આદેશ કર્યો હતો. સુરત મનપા તંત્રએ સમીક્ષા બેઠક સાથેની ઔપચારીકતા પૂરી કરી હોય હવે કામગીરી કેટલી અસરકારક થઈ છે. તે માટે ચોમાસાની સિઝન પર મીટ મંડાઈ છે. મેયર દક્ષેશ માવાણી, કમિશનર શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને તમામ ઝોનના વડા સાથે પાલિકામાં તબક્કાવાર ચાલી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટિલ, સ્થાથી સમિતિ ચેરમેન રાજન પટેલ, ડ્રેનેજ સમિતિ ચેરમેન કેયૂર ચપટવાલા, વિભાગીય વડા, ઝોનલ ચીફ હાજર રહ્યા હતાં. તો આ બેઠકમાં તમામ ઝોન વિસ્તારમાં આવેલી ખાડી, મેઇન હોલ, ડ્રેનેજ, ઇનલેટ ચેમ્બરની સાફ-સફાઈ કરવા અને મેન્ટેનન્સની કામગીરી, જાળિયા રિપેર તથા કલર કરવા, ટ્રેન્ચની કામગીરી, રસ્તા રિપેર અને પેચવર્કની કામગીરી, ફૂટપાથ અને રોડ ડિવાઈડર રિપેરિંગની માહિતી ઝોનના વડા દ્વારા રજૂ કરાઇ હતી. દરમિયાન અધિકારી, પદાધિકારીઓએ ચોમાસામાં વિવિધ વિસ્તારમાં ટ્રેન્ચ બેસી જતી હોવાની ફરિયાદો ઉઠતી હોય ટ્રેન્ચની કામગીરી ઝડપથી પૂરી કરવા આદેશ કર્યો હતો. આ સિવાય શહેરમાં અનેક વિસ્તારોમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. તે આસપાસ પડેલી માટીને કારણે કાદવ કીચડ થતો હોય મેટ્રોના અધિકારીઓ સાથે સંકલન કરી સફાઈ રાખવા સૂચના અપાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *