સુરતમાં મર્સિડીઝ કારને આગ લગાવવાનો મામલો
ગાડી પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવતા હોવાના સીસીટીવીમાં સામે આવ્યા
કાર માલીક દ્વારા વેસુ પોલીસ મથકે અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ
ગેલ કોલોની નીલકંઠ નિવાસની ઘટના, સીસીટીવીમાં દેખાયો ટીખળખોર
ગાડીને કેમ આગ ચાંપી કરવામાં આવી તેનું કારણ અકબંધ
સુરતમાં અજાણ્યાઓ દ્વારા વાહનોમાં આગની ઘટનાઓ બની રહી છે ત્યારે વેસુ વિસ્તારમાં મર્સિડીઝ કારમાં અજાણ્યાએ જ્વલનશીલ પદાર્થ નાંખી આગ લગાવી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ પોલીસ મથકમાં અજાણ્યા વિરૂદ્ધ અરજી કરાઈ છે.
સુરતમાં ફરી એક સીસીટીવીમાં ટીખળખોર તત્વનુ કૃત્ય કેદ થયો છે. વાત એમ છે કે વેસુ વિસ્તારમાં આવેલ ગેલ કોલોનીમાં નિલકંઠ નિવાસ ખાતે રહેતા ઈસમની મર્સિડીઝ કારને અજાણ્યાએ આગ લગાડી હતી. સીસીટીવીમાંકેદ થયેલા અજાણ્યા ઈસમે કાર પર જ્વલનસીલ પ્રદાર્થ નાંખી કારમાં આગ ચાંપી દીધી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હાલ તો ગાડીના માલિક દ્વારા વેસુ પોલીસ મથકમાં સીસીટીવીમાં દેખાતા અજાણ્યા ટીખળખોર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા અરજી કરી છે. તો કારમાં શું કામ આગ ચાપી તે કારણ તો આગ લગાડનાર પકડાશે ત્યારે જ સામે આવશે. જો કે મોંઘીદાટ કારમાં આગ લગાવાતા પરિવાર ધુસ્કે ધુસ્કે રડી પડ્યો હતો.