તાપી જિલ્લના એલસીબીની ટિમને મળી સફળતા
ત્રણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
તાપી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે વ્યારા, વલસાડ સીટી અને માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી
તા.૦૧/૦૭/૨૦૨૫ ના રોજ એન.જી.પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એન.એસ.વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી નાઓ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ, તાપીના સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી નાસતા-ફરતા/વોન્ટેડ આરોપી બાબતે માહિતી મેળવવા તજવીજ હાથ ધરેલ હતી. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ.ગણપતસિંહ રૂપસિંહ તથા હે.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ નાઓને મળેલ સંયુકત બાતમી આધારે ગોલ્ડન નગર, પાનવાડી, વ્યારાના ગેટ પાસેથી વ્યારા પો.સ્ટે. ગુના ન.૬૬૦/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫ એઇ,૯૮(૨) મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ- આરોપી- કિરણ મણીલાલ ચૌધરી રહે.બોરખડી ગામ, ભાઠી ફળીયા તા.વ્યારા જી.તાપી હાલ રહે. ગોલ્ડન નગર, પાનવાડી, વ્યારા નાને પકડી પાડી પકડાયેલ આરોપી વિરૂધ્ધ અન્ય જીલ્લાઓમાં ખાત્રી તપાસ કરાવતા વલસાડ સીટી પોલીસ સ્ટેશન તથા સુરત જીલ્લાના માંડવી . મુજબ પકડવાનો બાકી હોય ઉપરોકત પકડાયેલ આરોપીને તા.૦૧/૦૭/૨૦૨૫ ના કલાક-10/૦૦ વાગે B.N.S.S. કલમ-૩૫(૧)જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પો.સ્ટે.ને સોંપેલ છે.