સુરત અને તાપી જીલ્લા માટે આશીર્વાદ સમાન તેજસ આંખની હોસ્પિટલ
વૃધ્ધાની આંખ માંથી ૧૧.૫૦ સે.મી લાંબો જીવંત કૃમિ નીકળ્યો
સંપૂર્ણ ઓપરેશન અને દવા સંસ્થા તરફ થી વિનામૂલ્યે અપાય.
સુરત અને તાપી જીલ્લા માટે આશીર્વાદ સમાન દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત માંડવી તેજસ આંખની હોસ્પિટલ. વૃધ્ધા ની આંખ માંથી ૧૧.૫૦ સે.મી લાંબો જીવંત કૃમિ નીકળ્યો
માંડવીની તેજસ આંખની હોસ્પિટલ ખાતે સોનગઢ તાલુકા ના સીંગપુર ગામ ની શનુબેન બાબરીયા ગામીત વૃધ્ધા ની આંખ માંથી ૧૧.૫૦ સે.મી લાંબો જીવંત કૃમિ નીકળ્યો.સંપૂર્ણ ઓપરેશન અને દવા સંસ્થા તરફ થી વિનામૂલ્યે અપાય.સનુબેન બાબરીયા ભાઈ ગામીત સોનગઢ તાલુકાના સિંગપુર ગામમાં રહે છે.તેમના પતિના અવસાન પામ્યા બાદ તેઓ પોતાના પુત્ર સાથે રહે ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.અઠવાડિયા અગાઉ સનુબેન ને તેમની આંખમાં ખંજવાળ આવતા તેમની આંખમાં કઈ ચાલતું હોય એમ લાગતું હતું. એક અઠવાડિયા સહન કર્યા બાદ પોતાની પૌત્રી સાથે માંડવી તેજસ આંખનીહોસ્પિટલ તપાસ અર્થે આવ્યા હતા
ડોક્ટરોએ તાત્કાલિક તપાસ કરી ઓપરેશન થિયેટરમાં માં લઈ ગયા હતા.ડોક્ટરોએ ઓપરેશન કર્યા બાદ જેમની આંખમાંથી 11.50 સે મી નો જીવંત કૃમિ બહાર કાઢ્યો હતો. કૃમિ કાઢતા વૃદ્ધાને ઘણી રાહ પહોચી હતી. વૃદ્ધા ની આર્થિક પરિસ્થિતિ જોતા ઓપરેશન ને સંપૂર્ણ માફીઆપી હતી.અને એક અઠવાડિયાની દવા પણ મફતમાં આપી હતી.ઓપરેશન કરનાર ડોક્ટર ઉમાબેન શોપ અને ડોક્ટર માનસીબેન શાહનો સનુબેન બાબરીયા ગામીત તરફથી ખરા દિલથી આભાર માન્યો હતો….