સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ
વરાછા મેઈન રોડ પર એક ઝાડ ધરાશાહી થતા રોડ બ્લોક
ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો
સુરતમાં વહેલી સવારથી અચાનક આવી ભારે પવન સાથે આવી પડેલા કમોસમી વરસાદને લઈ અનેક જગ્યાએ વૃક્ષ પડવાની ઘટના બની હતી જેને લઈ ફાયર વિભાગ સતત દોડતુ રહ્યુ હતું.
સુરતમાં વહેલી સવારથી પડેલા વરસાદને લઇ અનેક જગ્યાએ વૃક્ષ પડવાની ઘટનાઓ બનવા પામી હતી જેને લઈ સુરત મનપાનુ ફાયર વિભાગ સતત દોડતુ રહ્યુ હતું. સુરતના વરાછા મેઈન રોડ પર એક ઝાડ ધરાશાહી થતા રોડ બ્લોક થયો હતો જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમે સ્થળે દોડી જઈ ઝાડ ખસેડવાની કામગીરી કરી હતી. જ્યારે સુરત શહેરના કતારગામ, ડુંભાલ, વરાછા સહિતના વિસ્તારોમાં પણ ઝાડ પડવાની ઘટના બની હતી. વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં ફાયર વિભાગ વૃક્ષ ખસેડવાની કામગીરીમાં લાગ્યું હતું. જો કે વૃક્ષ પડવાની ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.