સુરતઃ ડ્રગ્સ પર એસઓજીની મોટી કાર્યવાહી
ગોડાદરા વિસ્તારમાંથી નશાનો કારોબાર ઝડપ્યો
પોલીસે હરીરામને ઝડપી પાડી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશથી મંગાવાયેલા અફીણના જથ્થા સાથે 58 વર્ષીય હરીરામને ઝડપી પાડી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા શહેરમાંથી નાર્કોટીક્સની બદીને નેસ્ત નાબુદ કરવા આપેલી સુચના મુજબ સુરત એસઓઝીની ટીમ કામગીરી કરી રહી છે ત્યારે સુરતએસઓજીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કિરિટ સામજી અને મહીપાલ માધુભાઈનાઓને મળેલી બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાં રહેતા મુળ રાજસ્થાનના જાલોદનો અને હાલ ગોડાદરા પર્વતગામ ખાતે આવેલ પ્રિયંકાસીટી સોસાયટીમાં રહેતા હરીરામ ગોરધન ગિલ્લાને ઝડપી પાડી તેની પાસેથી અફીણ અને પોશ ડોડાનો જથ્થો તથા રોકડા રૂપિયા, મોબાઈલ મળી 10 લાખ 78 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે તેની પુછપરછ કતા આરોપીએ કબુલાત કરી હતી કે તે છુટક ડ્રગ્સનુ વેચાણ કરવા મધ્યપ્રદેશથી આ અફીણ અને પોશ ડોડા લઈ આવ્યો હતો. હાલ તો મધ્યપ્રદેશથી અફીણ અને પોશ ડોડા આપનારને ઝડપી પાડવા એસઓજીએ ચક્રોગતિમાન કર્યા છે.