એટીએમની બહાર ઊભી લોકોને શિકાર બનાવતો
પૈસા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે,
રોકડા આપો તો ઓનલાઈન ટ્રાન્સફર કદી દઉ’
કહી લોકો સાથે ઠગાઈ આચરતો
એટીએમ સેન્ટર બહાર ઉભા રહી લોકોને શિકાર બનાવી પૈસા ઉપાડવાની લિમિટ પુરી થઈ હોવાનુ કહી રોકડા આપો તો ઓનલાઈન ટ્રાન્સફર કરવાની વાત કરી ઠગાઈ આચરનાર મહાઠગ એવા દેવ પટેલને ચોક બજાર પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરતના ચોકબજાર વિસ્તારમાં સિલ્વર સ્ટોન આર્કેટ ખાતે એ.ટી.એમ. મશીન પાસે ઉભા રહી લોકોને નિશાન બનાવતો અને પોતાને જરૂરિયાતમંદ જણાવી રોકડા રૂપિયા પડાવી ઓનલાઈન ટ્રાન્સફર કરવાના નામે મોબાઇલ એપ્લિકેશનના ખોટા સ્ક્રીનશોટ બતાવી છેતરપિંડી કરતો મહાઠગ એવા દેવ પટેલ ચોકબજાર પોલીસના હાથે ચઢ્યો છે. ચોક બજાર પોલીસના સર્વેલન્સ સ્ટાફની ટીમે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ કરી હતી. આરોપી મુળ આણંદનો અને હાલ કતારગામ ખાતે સુમુલ ડેરી રોડ પર આવેલ શ્રીજી ચરણ એપાર્ટમેન્ટમાં રહેતો દેવ હિરેન પટેલ હોવાનુ અને તેણે માત્ર એક નહીં, પણ અનેક લોકોને છેતર્યા હોવાનો ખુલાસો થયો છે. આરોપી સામે અગાઉ પણ બે ગુના નોંધાયેલા છે અને તેની ધરપકડથી ચોક તથા કતારગામ વિસ્તારમાં થયેલી બે છેતરપિંડીના ગુનાઓ ઉકેલાઈ ગયા છે.