અરેઠના નોગામામાં 9મી નોગામા પ્રીમિયમ લીગ ક્રિકેટ સ્પર્ધા ઉત્સાહભેર યોજાઈ

Featured Video Play Icon
Spread the love

અરેઠના નોગામામાં 9મી નોગામા પ્રીમિયમ લીગ ક્રિકેટ સ્પર્ધા ઉત્સાહભેર યોજાઈ
નોગામા પ્રીમિયમ લીગમાં RV ઇલેવન ચેમ્પિયન, આનંદ પટેલ મેન ઑફ ધ મેચ
નોગામા યુવા સંગઠન દ્વારા આયોજિત ક્રિકેટ લીગથી ખેલોત્સાહમાં વધારો

અરેઠના નોગામા ગામ ખાતે ગત રોજ જય જલારામ ક્રિકેટ ક્લબ નોગામા યુવા સંગઠન દ્વારા 9 મી નોગામા પ્રીમિયમ લીગ ક્રિકેટ મેચ 8 ઓવર ની રમાડવામાં આવી હતી.જેમાં ગામની 8 ટીમો એ ભાગ લીધો હતો.

આ શુભ પ્રસંગે કોળી પટેલ સમાજના અગ્રણી અને મઢી સુગરના ડિરેક્ટર એવા દિનેશભાઈ ખુશાલભાઈ પટેલ, ઉશ્કેર ગામના રહેવાસી સિદ્ધાર્થભાઈ શર્મા, ઈશ્વરભાઈ પટેલ, રાજુભાઈ કોન્ટ્રાક્ટર અરેઠ, રમેશભાઈ સાવલિયા, વિશાલ બોરવેલ જય પટેલ ઉર્ફે મોન્ટુભાઈ, અરેઠ, રજનીકાંત પટેલ કોન્ટ્રાક્ટર, સુભાષભાઈ ધનાભાઈ પટેલ. અલ્પાબેન ધર્મેશભાઈ પટેલ. સ્વપ્નિલભાઈ જશવંતભાઈ પટેલ. વનમાળીભાઈ નાગરભાઈ પટેલ. કનુભાઈ મોહનભાઈ પટેલ બી.કે ઓટો, દ્વારા ક્રિકેટ પ્રેમીઓને યથાશક્તિ યોગદાન આપેલ હતું. જેમાં ફાઇનલમાં RV ઇલેવન અને MB ઇલેવન આવી હતી.RV ઇલેવન એ ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી. પહેલા દાવમાં RV ઇલેવન દ્વારા 78 નો સ્કોર કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં MB ઇલેવન દ્વારા 51 રન જ બનાવી શકી હતી. માટે ફાઇનલમાં RV ઇલેવન ને ચેમ્પિયન ઘોષિત કરવામાં આવી હતી. ચેમ્પિયન ટીમ ના RV ઇલેવન ના કપ્તાનને ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ક્રિકેટ મેચમાં મેન ઑફ ધ મેચ તરીકે ની ટ્રોફી આનંદભાઈ પટેલને આપવામાં આવી હતી. મેન ઓફ ધ સીરીઝ તથા બેસ્ટ બેસ્ટમેન તરીકેની ટ્રોફી રાજ પટેલને આપવામાં આવી હતી. બેસ્ટ બોલર તરીકે ની ટ્રોફી વૈભવ પટેલને આપી હતી. મુખ્ય મહેમાન તરીકે પધારેલ દિનેશભાઈ પટેલ તથા સિદ્ધાર્થભાઈ શર્માએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ખેલેગા ઇન્ડિયા તો આગે બધેગા ઇન્ડિયા, નોગામા ગામના યુવા સંગઠન દ્વારા આ એક સરસ કાર્ય કરવામાં આવ્યું છે. જેનાથી ગામમાં યુવા સંગઠન ની તાકાત વધશે. તો ગામની પ્રગતિ પણ આપો આપ વધશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *