માંડવી નાગરિક સહકારી બેંકની સામાન્ય ચૂંટણી
11 જાન્યુઆરીના રોજ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય ચૂંટણી
માંડવી નાગરિક સહકારી બેંક અરેઠ વિસ્તાર માટે કામધેનુ સમાન બેંક છે, જે માટે ડિરેક્ટરોની યોજાનાર સામાન્ય ચૂંટણી માટે સામાન્ય બેઠક માટે 18 ફોર્મ ભરવામાં આવેલ હતા જેમાંથી 15 ઉમેદવારો ને ચૂંટી લાવવાના રહેશે તેમ જ એસસી એસટી કેટેગરીમાં બે ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાંથી એક ઉમેદવાર ચૂંટવાનો રહેશે. જે માટે આજ રોજ સવારે 8.00થી 5.00 દરમિયાન ચૂંટણી યોજાઈ હતી
માંડવી નાગરિક સહકારી બેંકમાં ડિરેક્ટરોની યોજાનાર સામાન્ય ચૂંટણી હાઇસ્કુલ માંડવી, વી.એફ હાઇસ્કુલ માંડવી, જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય અરેઠ ખાતે સવારે આઠથી પાંચ દરમિયાન મતદાન પ્રકિયા હાથ ધરાઈ હતી. વી.એફ હાઈસ્કૂલ ખાતે 4:00 વાગ્યા પછી મતદારોની લાંબી કતાર લાગી હતી અને તેમણે મતદાન કર્યું હતું જેમાં વિજેતા થવા માટે તમામ ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. તમામ નાગરિક બેન્કના સભાસદો એ ઉત્સાહભેર મતદાન કર્યું હતું, કુલ સભાસદોની સંખ્યા 13586 જેમાં 4701 સભાસદોએ મતદાન કર્યું હતું. જેની ટકાવારી 34.60 નોંધાયેલ છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા આજરોજ તમામ ઉમેદવારોના ભાવી મત પેટીમાં શીલ થયા હતા. હાલ તમામ ઉમેદવાર હોય જીતનો દાવો કરી રહ્યા છે . તારીખ 12 જાન્યુઆરીના બેંકના મકાનમાં સવારે 8:00 કલાક થી મતગણતરી કરવામાં આવશે . આ યોજનાર ચૂંટણીમાં મતદારોએ પોતાના કળશ કોના પર ઢોળયો છે તે મત પેટી ખુલશે ત્યારે જ સાચો ખ્યાલ આવશે.. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન માંડવી નાગરિક સહકારી બેંકના ચૂંટણી અધિકારી તરીકે આશુતોષભાઈ ઉપાધ્યાય તેમજ તેમની ટીમ સેવા બજાવી હતી….
