સુરતની લાલગેટ પોલીસે પેટ્રોલિંગ વધાર્યું
ડબગરવાડમાં મકરસંક્રાતિના તહેવારને લઈ ભીડ
લોકોને ગલીમાં વાહનો લઈ નહી જવાની સુચના અપાઈ
સુરતની લાલગેટ પોલીસે ડબગરવાડમાં મકરસંક્રાતિના તહેવારને લઈ વધી રહેલી ભીડને જોઈ પેટ્રોલિંગ વધારાયુ છે.
સુરતમાં તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ છે ત્યારે ત્યારે ડબગરવાડમાં મકર સંક્રાતિના તહેવારે લોકોની પતંગ અને દોરી ખરીદવા ભીડ ઉમટતી હોય ત્યારે કોઈ અઘટિત ઘટના નહી બને તે માટે લાલગેટ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું. લોકોને ગલીમાં વાહનો લઈ નહી જવાની સુચના અપાઈ હતી સાથે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ મામલે કડક ચેકિંગ કરાયું હતું.
