સુરત પોલીસની પ્રસંશનીય કામગીરી
સુરત પોલીસે ગુમ થયેલા બાળકને શોધી કાઢ્યો
સાત વર્ષના ગુમ બાળકને સોંપી પરિવારને સોંપ્યો
માતા-પિતાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો
સુરતમાં બાળકો ગુમ થવાની ઘટનાઓમાં પોલીસ ત્વરિત કામગીરી કરી રહી છે ત્યારે સલાબતપુરાના ભાઠેનામાંથી એક બાળક ગુમ થયા બાદ ત્વરિત પોલીસે ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ સાત વર્ષના ગુમ બાળકને સોંપી પરિવારને સોંપ્યો હતો.
સુરતમાં બાળકો ગુમ થવાની ઘટના બને ત્યારે સુરત પોલીસ ત્વરિત કામગીરી કરે છે. ત્યારે આવી જ એક ઘટના ફરી સલાબતપુરા પોલીસ મથકની હદમાં બની હતી. જેમાં સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલ ભાઠેના પંચશીલ નગર ખાતેથી એક સાત વર્ષનો બાળક ઘર પાસે રમતા રમતા ક્યાંય ચાલી ગયો હતો જે અંગેની જાણ તેના માતા-પિતા દ્વારા સલાબતપુરા પોલીસને કરાતા સલાબતપુરા પોલીસ મથકના પી.આઈ. કે.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. તથા પોલીસ માણસોએ ટીમો બનાવી ત્વરિત બાળકની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં બાળકને હેમખેમ શોધી કાઢી તેના માતા-પિતાને સોંપતા માતા-પિતાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.