સુરત વરાછા વિસ્તારમાંથી મોટર સાઈકલની ચોરી
મોટર સાઈકલની ચોરી કરનાર રીઢા ચોરોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપ્યા
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ચોરાયેલ વાહન કબ્જે લીધો
સુરત વરાછા વિસ્તારમાંથી મોટર સાઈકલની ચોરી કરનાર રીઢા ચોરોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ચોરાયેલ વાહન કબ્જે લીધો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બનતા ગુનાઓ અટકાવવા આપેલા આદેશને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચીંગ સ્કોડની ટીમે બાતમીના આધારે રીઢા વાહન ચોર અંકિત ઉર્ફે જેઠો મનસુખ જેઠવા અને નેપાળીકુમાર ઉર્ફે સત્યા બહાદુર રામ ને ઝડપી પાડી તેઓ પાસેથી વરાછા વિસ્તારમાંથી ચોરાયેલી સ્પ્લેન્ડર મોટર સાઈકલ કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
